ધોરાજીના જૂનાગઢ રોડ પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે અચાનક કોઈ અજાણ્યા શખ્સોએ ૧૨ જેટલા પ્લાસ્ટિકના કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂપિયા ૮૮,૫૦૦ ની ચોરી કર્યા અંગેની ફરિયાદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી ધોરાજી જૂનાગઢ રોડ ખાતે આવેલ ગોકુલ પેકેજીંગ પ્લાસ્ટિકના કારખાનાના હસમુખભાઈ કનુભાઈ ગેવરીયાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે રવિવારે રાત્રિના કોઈ અજાણ્યા શખ્સો અમારા કારખાના સહિત બાર જેટલા અન્ય કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને રૂપિયા ૮૮,૫૦૦ ચોરી કરીને નાસી ગયા હતા. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.










































