ધોરાજીનાં મોટી પરબડી ગામે ગૌચર જમીન પર ગેરકાયદે દબાણો કરનાર બે શખ્સો વિરુધ્ધ ધોરાજી તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ-૨૦૨૦ મુજબ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી તાલુકા વિકાસ અધિકારી હરદીપસંહ ગોહીલે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે (૧) ભરત જીવા તથા (૨)જમન રામાભાઈ દર્શાવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, ગામની ગૌચરની જમીનના સર્વે નંબર-૨૧ કુલ વિસ્તાર હે. ૧૪-૭૨-૦૫ ચો.મી. પૈકી હે.-૦-૮૦-૯૪ ચો.મી.વાળી જમીનમાં આરોપી નં-(૧) ભરતભાઈ જીવાભાઈએ ઘઉંનુ વાવેતર કરી તથા હે.-૦-૬૪-૦૮ ચો.મી.વાળી જમીનમાં આરોપી નં-(૨) જમનભાઈ રામાભાઈએ એરંડાનુ વાવેતર કરી મજકુર બન્ને આરોપીઓએ હાલમાં આ જમીનનો કબ્જો પોતાની પાસે રાખી તેમાં વાવેતર કરી જમીનનો ઉપયોગ કરેલ છે. તેમને આ દબાણ ખાલી કરવા જણાવવા છતા દબાણ ખુલ્લુ નહી કરતાં પોલીસ મથક ખાતે ફરીયાદ નોધાઈ છે.






































