ધોરાજી તાલુકા પોલીસ દ્વારા દારૂ, જુગાર બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તહેવારો પૂર્વે દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે પીઆઈ એલ.આર. ગોહીલ અને સર્વેલન્સ સ્ટાફના મનીષભાઈ વરૂને બાતમી મળતા પીપળીયાથી ભોળા ગામ તરફ જવાના જૂના ગાડા રસ્તે ગૌચર ખરાબામાં મોટાપાયે દારૂની હેરફેર કરતો અને પીપળીયા ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે ગઝની નારણભાઈ બથવારને ઝડપી પાડયો છે. જયારે એક આરોપી ધોરાજી પોરબંદર નેશનલ હાઈવે પર વેલનાથ હોટલવાળો પરબત સરમણભાઈ કરમટાનું નામ ખૂલવા પામ્યું છે. આ ભોળા ગામ પાસેથી દારૂનો જથ્થો ૮ર૮ નંગ નાની મોટી બોટલ મળી આશરે કિંમત રૂ.ર,પપ,પ૬૪નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો.