અમરેલીમાં અખિલ વિદ્યાગુરુ સાયન્સમાં અભ્યાસ કરતી વૃષ્ટિ જાનીએ ધોરણ-૧૨ સાયન્સ બી ગ્રુપમાં ૯૧.૩૫ પીઆર મેળવીને ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તે આયુર્વેદિક ડોક્ટર નિખિલેશ જાની અને હર્ષિદા જાનીની સુપુત્રી છે. સંબંધીઓ અને પરિવાર ઉપરાંત સ્કૂલનાં નિયામક મેહુલભાઈ, અંકુરભાઈ તથા જતિનભાઈએ ઉત્કૃષ્ટ પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા.