ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવી ગયું છે પરંતુ હજુ સુધી ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું નથી. ત્યારે આવતીકાલે ધોરણ ૧૨નું અને ૬ જૂને ધોરણ ૧૦નંય પરિણામ જાહેર થશે. નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટ્રીના પુરી થતાં હવે પરિણામ જાહેર થશે. પહેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ ૧૦નું પરિણામ જાહેર થશે.
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા અને આવતીકાલે ૪ જૂને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ૬ જૂને ધોરણ ૧૦નું બોર્ડનું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
સૂત્રો મુજબ, ધોરણ ૧૦માં અદાજિત ૯.૭૦ લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષાર્થી નોંધાયા છે, જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૪ લાખ ૨૨ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ પરીક્ષાર્થી નોંધાયા છે.