લોક સેવાનાં નામે ગલીએ ગલીએ અને મોહલ્લે મોહલ્લામાં ફરીને મતોની ભીખ માંગતી રાજકીય પાર્ટીઓ ખરેખર સત્તા પર આવીને ગરીબ લોકોની ચિંતાઓ કરી જ હોત તો અત્યારે જે પરિસ્થિતિ બની છે તેવી કદાચ ભાગ્યે જ નિર્માણ થતી હોત.
સુરત શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે રાજ્યમાં શિક્ષણની દશા કેવી છે તેને ઉજાગર કરી દીધી છે. જી હા, સુરત શહેરમાં એક વિદ્યાર્થીઓ આપઘાત કરી દીધો છે. તેણે આ આપઘાત કેમ કર્યો તે જ મુખ્ય કારણ છે જેણે શિક્ષણ પ્રણાલી કઇ દિશામાં ચાલી રહી છે તે બતાવ્યુ છે. આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં એક ધોરણ-૧૨ માં ભણતા વિદ્યાર્થીએ માત્ર એટલે પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ કે તે પોતાની શાળામાં ફી ભરવા માટે સક્ષમ નહતો. ભણવાની ઇચ્છા શક્તિ અને ફી ન ભરી શકવાની મજબૂરી વચ્ચે ધોરણ ૧૨ નાં આ વિદ્યાર્થીએ આપઘાત કરવાનું વિચાર્યુ. સુત્રો કહી રહ્યા છે કે, ઘણા સમયથી તે શાળાની ફી ન ભરી શકવાના કારણે માનસિક રીતે ચિંતિત હતો. વળી આ પહેલા તે જ્યારે કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં શાળા બંધ હોવાથી હીરાની નગરીમાં હીરા ઘસવા માટે જતો હતો. પરંતુ તેને એટલુ વેતન ન મળી શકતુ હોવાના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો. ભણી ગણીને આવતા ભવિષ્યમાં મોટો માણસ બનવાની ઇચ્છા ધરાવતા આ વિદ્યાર્થીની જીંદગીની ડોર એટલા માટે તૂટી ગઇ કારણ કે તે શાળાની ફી ન ભરી શક્યો.