આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ બોર્ડનું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ મુકાયું હતું જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૫.૬૪ ટકા પરિણામ અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું ૫૪.૨૯ ટકા પરિણામ આવ્યું છે. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૨૯૪ શાળાઓ છે, જ્યારે ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી ૧૦૦૭ શાળાઓ છે.
ધોરણ-૧૦નું અમદાવાદ શહેરનું ૬૩.૧૮ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે ધોરણ-૧૦નું અમદાવાદ ગ્રામ્યનું ૬૩.૯૮ ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં ૧૨૧ સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી ૧૦૦૭ શાળાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં ૪૮૭૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે અમદાવાદ ગ્રામ્યમાં ૪૦૫૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં ૫ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ અને અમદાવાદ ગ્રામ્યમાં ૮ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
સુરતમાં ધોરણ ૧૦ના પરિણામથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ જાવા મળી રહ્યા છે. સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫.૬૪ ટકા પરિણામ આવ્યું છે. જેણા કારણે પરિણામ જાહેર થતાં ઢોલ નગારા સાથે ઉજવણી થઈ રહી છે. સુરતમાં ૨,૫૩૨ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ, ૯૨૭૪ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૨ ગ્રેડ, ૧૩૩૭૧ વિદ્યાર્થીઓએ મેળવ્યો બી૧ ગ્રેડ, ૧૫૧૮૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો બી ૨ ગ્રેડ, ૧૩૩૬૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો સી ૧ ગ્રેડ, ૬૨૫૬ વિદ્યાર્થીઓએ મેળવ્યો સી૨ ગ્રેડ અને ૩૨૯ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.
વડોદરામાં ધોરણ ૧૦નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વડોદરા જિલ્લાનું ૬૧.૨૧ ટકા પરિણામ આવ્યું છે. ૩૭૭૫૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૭૮ વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ મેળવ્યો છે. વર્ષ ૨૦૨૦ ની તુલનાએ આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ ૧ ટકા વધ્યું છે. ડબકા કેન્દ્ર નું સૌથી ઓછું ૨૭.૩૭ ટકા પરિણામ આવ્યું છે. વાસણા કેન્દ્રનું સૌથી વધુ ૭૭.૮૨ ટકા પરિણામ આવ્યું છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કારેલીબાગમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અભિનદન આપ્યા હતા. જેમાં મનાલીથી લેહ લદાખ અને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ કરનાર સમિધા પટેલ પણ ઉતીર્ણ થઈ છે. ધોરણ ૧૦માં અભ્યાસ કરતા સાયકલિંગ સમયે જ કર્યું હતું. વ્યસન મુÂક્ત અને સ્વચ્છતાથી એકતા તરફના સંદેશા સાથે સાયકલિંગ કર્યું હતું. ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૨ ટકા પર્સન્ટાઈલ આવ્યા છે. ૫ દિવસ સુધી સમિધા પટેલે સાયકલિંગ કર્યું હતું. રોજ ૫ થી ૬ કલાક સુધી સમિધા પટેલે વાંચન કર્યું. એડવેન્ચર પ્રવુતિઓ અને ટુર ટ્રાવેલ્સનો પિતાનો વ્યવસાય છે.
રાજકોટ જિલ્લાનું ૭૨.૮૬ ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું ૯૪.૮૦ ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં ૦ ટકાવાળી ૬ સ્કૂલ અને ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા ૩૦ છે. વર્ષ ૨૦૨૦માં રાજકોટ જિલ્લાનું ૬૪.૦૮ ટકા પરિણામ હતું. પરંતુ ૨૦૨૨માં ૮.૭૮ ટકા વધુ પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં એ૧ ગ્રેડમાં ૧૫૬૧, એ૨ ગ્રેડમાં ૪૫૬૨,બી૧ ગ્રેડમાં ૬૬૩૭, બી ૨ ગ્રેડમાં ૭૨૯૩, ઝ્ર૧ ગ્રેડમાં ૬૧૧૦, ઝ્ર૨ ગ્રેડમાં ૨૨૬૩, ડી ગ્રેડમાં ૭૩, રાજકોટ જિલ્લામાં ૩૦ ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યા ૬૯ છે.
છોટા ઉદેપુર જિલ્લાનું ૬૧.૨૦ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ૧૦૩૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૬૩૩૫ વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્યમાં છોટા ઉદેપુર જિલ્લાનો ૨૫ મો ક્રમાંક છે. ૨૦૧૯માં પરિણામ ૪૬.૩૮, ૨૦૨૦ માં ૪૭.૯૨, ૨૦૨૧માં માસ પ્રમોશન, ૨૦૨૨ માં ૬૧.૨૦ આવ્યું છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આ સિવાય જામનગર શહેરનું ૬૯.૬૮ ટકા પરિણામ, જૂનાગઢ શહેરનું ૬૬.૨૫ ટકા પરિણામ, ગાંધીનગર શહેરનું ૬૫.૮૩ ટકા પરિણામ અને ભાવનગર શહેરનું ૬૭.૫૮ ટકા પરિણામ આવ્યું છે.