રાજ્યમાં કોરોનાના પગલે શિક્ષણ પર ગ્રહણ લાગ્યું હતું અને શિક્ષણ કાર્યો બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારે ધીમે ધીમે કોરોના હળવો બનતા એક પછી એક શિક્ષણ વર્ગો શરૂ કરવાના નિર્ણયો કરાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલ તા.રરથી રાજ્ય સરકાર દ્વારા ધો.૧થી પનાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને અમરેલી શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ધો.૧ થી પ નાં વર્ગો ખુલતા શાળા સંચાલકોએ સરકારની કોરોના ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.