ભારતનાં પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ન માત્ર નોર્થ ઈન્ડિયા પણ સાઉથ ઈન્ડિયામાં પણ ફેમસ છે. તેમની તામિલનાડુમાં જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. તેમણે ૨૦૦૮માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં બોલી જીત્યા બાદથી સાઉથનાં લોકોના દિલો પર રાજ કરવાનું શરુ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લઇ ચુકેલા ધોનીને પ્રેમથી ત્યાના લોકો થાલા અને નેતા કહે છે. આવામાં હવે તેમને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ માટે તેમણે સાઉથની સૌથી મોંઘી એક્ટ્રેસ નયનતારા હાથે હાથ મિલાવ્યા છે. ધોની ફિલ્મોમાં પ્રોડ્યુસર તરીકે એન્ટ્રી કરવા તૈયાર છે.
સમાચારો અનુસાર, ધોનીનાં પ્રોડક્શનમાં બનનાર પહેલી તમિલ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં હશે અને તેમાં તેમનો સાથ સંજય આપશે, જે સાઉથનાં દિગ્ગજ એક્ટર રજનીકાંતનાં નજીકના સહયોગી છે. જણાવાઈ રહ્યું છે કે
ધોનીની પહેલી ફિલ્મમાં નયનતારા મહિલા પ્રધાનનું પાત્ર ભજવી રહી છે અને તેની ઓફિશિયલ જાહેરાત આઈપીએલની હાલની સીઝન બાદ કરવામાં આવશે. સમાચારોની માનીએ તો ફિલ્મ આ મહીને જ ફ્લોર પર જશે. ક્રિકેટ બાદ હવે તેઓ તમિલ ફેન્સનાં દિલોમાં પોતાની જગ્યા બનાવશે. આ પહેલા ક્રિકેટર પોતાની બાયોપિક ‘એમએસ ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’નાં પ્રમોશનનો હિસ્સો હતા. તેમની આ મૂવીએ તામિલનાડુમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ધોનીની બાયોપિકમાં સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે લીડ રોલ પ્લે કર્યો હતો. તેમણે પોતાની એક્ટિંગ અને સાદગીથી ધોનીની લાઈફને શાનદાર પ્રકારે રજુ કરી હતી. આ ઉપરાંત હાલમાં જ ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ તમિલ ફિલ્મ ‘ડીક્કીલૂના’માં કેમિયો કર્યો હતો અને સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘ફ્રેન્ડશિપ’માં લીડ રોલ પ્લે કર્યો હતો. જ્યારે ઈરફાન પઠાણ એક્ટર તરીકે વિક્રામની કોબરાનાં માધ્યમથી ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરશે. આમાં તેઓ વિલનનાં પાત્રમાં જાવા મળશે. આ સાથે જ જા એક્ટ્રેસ નયનતારાની વાત કરીએ તો તે આજકાલ બોયફ્રેન્ડ વિગ્નેશ સાથે પોતાના લગ્ન અને રિલેશનશિપને લઈને ચર્ચામાં છે.