ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. વર્ષ ૨૦૨૨માં રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે, પરંતુ એવી આશા રાખવામાં આવે છે કે પંત આઇપીએલ ૨૦૨૪માં વાપસી કરી શકે છે. જા કે હજુ તેની પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન રિષભ પંતની એક તસવીર સામે આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિષભ પંત અને તેની માતા છે. આ તસવીરમાં રિષભ પંત ખુબ ભાવુક દેખાઈ રહ્યો છે.આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
રિષભ પંત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પોતાનો આદર્શ માને છે અને ઘણીવાર તેની સાથે સમય વિતાવે છે. તાજેતરમાં જ જ્યારે રિષભ પંતની બહેન સાક્ષી પંતની સગાઈ થઈ ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ તે કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે આ કાર્યક્રમની એક તસવીર સામે આવી છે, જેમાં પંતનું ભાવુક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. આ તસવીરમાં એમએસ ધોની રિષભ પંતની માતા સામે હાથ જાડીને ઉભો છે. આ માહોલ જાઈને રિષભ પંત ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન તેની માતા રિષભ પંતની સંભાળ લેતી જાવા મળે છે.
જણાવી દઈએ કે રિષભ પંતના પિતાનું ઘણા સમય પહેલા નિધન થઈ ગયું હતું, તેથી જ્યારે પરિવારમાં આવી ભાવનાત્મક ક્ષણ આવી ત્યારે દરેક વ્યક્તિ પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યા. ખાસ વાત એ હતી કે આ સમયે એમએસ ધોની રિષભ પંત સાથે ત્યાં હાજર હતો.