ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગીરગઢડા તાલુકાના ધોકડવા અને ઉના તાલુકાના સામતેર ગામમાં દસમા તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ધારાસભ્ય કે.સી. રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓના લાભ અને વિવિધ પ્રકારના દાખલા તથા પ્રમાણપત્રો એક જ સ્થળેથી ટૂંક સમયમાં મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં વિશેષ રૂપે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા, કાંતિભાઈ માળવી, તાલુકા પંચાયતના સદસ્ય દુલાભાઈ ગુજ્જર અને મનિષભાઈ જાલોંધરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.