રાજ્યમાં ધૂળેટીએ આખા રાજ્યના લોકોને રંગમાં રંગી કાઢ્યા હતા, જ્યારે કેટલીક કમનસીબ ઘટનાઓના કારણે રંગમાં ભંગ પણ પડ્યો હતો. સામાન્ય દિવસોની તુલનાએ ધૂળેટીના દિવસે ઇમરજન્સી કોલ્સની સંખ્યામાં વધારો થયો હતો. તેના કારણે ૧૦૮ આખા દિવસ દરમિયાન સતત દોડતી જ રહી હતી. ધૂળેટીના દિવસે ઇમરજન્સી કોલ્સમાં થયેલો વધારો દર્શાવે છે કે ધૂળેટી રમવાની સાથે-સાથે ક્્યાંક સલામતીને લગતા પાસા સાથે સમાધાન કરવામાં આવ્યું છે.
ધૂળેટીના દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં ૩,૭૯૬ કોલ્સ નોંધાયા હતા. આમ સામાન્ય દિવસે નોંધાય છે તેના કરતાં કુલ ૫૩૦ કોલ્સ વધુ નોંધાયા હતા. આમ તહેવારના દિવસે અણધાર્યા કોલ્સમાં વધારો થયો હતો. ટકાવારીની રીતે જાઈએ તો આ કોલ્સ ૧૬થી ૧૮ ટકા વધારે છે.
ધૂળેટીના દિવસે ઇમરજન્સી કોલ્સની સંખ્યાને પહોંચી વળવા માટે ઇમરજન્સી સર્વિસિઝ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની જાડે-જાડે હોસ્પિટલ ના ટ્રોમા સેન્ટરોને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા. તેના કારણે ધૂળેટીમાં ઇમરજન્સી કોલ્સની વધેલી સંખ્યાને તંત્ર પહોંચી વળ્યું હતું. આ અંગે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પહેલેથી જ સ્ટાફની સંખ્યા વધારી દેવામાં આવી હતી, જેથી ઇમરજન્સી કોલ્સને પહોંચી વળાય. આમ વધારાના મેડિકલ સ્ટાફને પણ ગોઠવણી કરવામાં આવી હતી. તેની સાથે વોર્ડ વાઇઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા.
આમ તંત્રએ ધૂળેટીને લઈને સાવધાની દાખવવાની અપીલ કરી હોવા છતાં પણ ઉત્સવના ઉત્સાહીઓએ ક્્યાંકને ક્્યાંક ભાન ભૂલ્યા હતા. તેના કારણે ઇમરજન્સી સર્વિસિઝને દોડતા રહેવાની ફરજ પડી હતી. આ બતાવે છે કે ધુળેટીને લઈને કેટલાય સ્થળોએ સલામતીના નિયમોની ધરાર અવગણના થઈ છે.