પીઢ બોલીવુડ અભિનેત્રી મધુબાલા પર બાયોપિક બનાવવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે, સમાચાર આવી રહ્યા છે કે ‘ધૂરંધર’ ફેમ અર્જુન આ પ્રોજેક્ટમાં મધુબાલાનું પાત્ર ભજવશે. આ પ્રોજેક્ટ ભૂતકાળમાં ઘણી વખત વિલંબિત થયો છે, પરંતુ હવે ફિલ્મ આગળ વધે તેવી શકયતા છે. એવા પણ સમાચાર છે કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાને બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
વેરાયટી ઈન્ડિયા અનુસાર, આગામી ફિલ્મનું નિર્માણ જુલાઈ ૨૦૨૬ માં શરૂ થવાનું છે. આ ફિલ્મ અગાઉ નાણાકીય મુશ્કેલીઓને કારણે મુલતવી રાખવામાં આવી હતી. હવે, સંજય લીલા ભણસાલી આ પ્રોજેક્ટ સાથે નિર્માતા તરીકે જાડાયેલા છે. આશા છે કે આ પ્રોજેક્ટ કોઈપણ અવરોધ વિના આગળ વધશે.રિપોર્ટ્‌સ અનુસાર, અર્જુને ફિલ્મ માટે પોતાનો દેખાવ બદલ્યો છે. તેણે મધુબાલાની ભૂમિકા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન, દિલીપ કુમાર અને કિશોર કુમાર જેવા અન્ય પાત્રો માટે કાસ્ટિગ ચાલી રહ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે શરૂઆતમાં કિયારા અડવાણીનો વિચાર કરવામાં આવ્યો હતો. સારા પહેલા આ ભૂમિકા ઓફર કરાયેલી અન્ય અભિનેત્રીઓમાં કલ્યાણી પ્રિયદર્શન, શર્વરી અને અનિત પડદાસનો સમાવેશ થાય છે. જાકે, અભિનેત્રી કે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ અનટાઇટલ્ડ ફિલ્મ મધુબાલાના ઉદ્યોગમાં શાનદાર કારકિર્દી તેમજ તેમના અંગત જીવન પર આધારિત હશે અને મુશ્કેલીઓ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે. દિલીપ કુમાર સાથેના તેમના સંબંધોથી લઈને સંગીતકાર કિશોર કુમાર સાથેના તેમના લગ્ન સુધી, આ ફિલ્મ મધુબાલાના જીવનના તમામ ઉતાર-ચઢાવ બતાવશે.