રાજધાની દિલ્હીની હવા છેલ્લા ઘણા દિવસોથી ઝેરી બની છે. વધતા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ(એકયુઆઇ) ૪૦૦ સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં આજે ફરી દિલ્હી ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જાવા મળ્યું હતું. જેના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, આજે સવારે આનંદ વિહારમાં એકયુઆઇ ૪૧૫, મુંડકામાં ૪૨૮, બવાનામાં ૪૪૦, અશોક વિહાર ૪૧૮,આઇટીઓ ૩૪૯, જહાંગીરપુરી ૪૩૭, રોહિણી ૪૩૯, નજફગઢ ૩૭૪, આરકેપુરમાં ૪૬૦, પંજાબી ૬૦૪૦ હતો. , સોનિયા વિહાર ૪૦૪, દ્વારકા સેક્ટર ૮માં ૩૯૧ નોંધાયા છે.
ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા અનુસાર પવન જુદી જુદી દિશામાંથી ફૂંકાયો હતો. આ દરમિયાન પવનની ઝડપ ૪ થી ૮ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. શુક્રવારે પવન જુદી જુદી દિશામાંથી ફૂંકાય તેવી શક્યતા છે. આ દરમિયાન ૪ થી ૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તે જ સમયે, શનિવારે પવન જુદી જુદી દિશામાંથી ફૂંકાશે. પવનની ઝડપ ૪ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. રવિવારે પવન જુદી જુદી દિશામાંથી ફૂંકાશે. આ દરમિયાન પવનની ઝડપ ૪ થી ૧૦ કિમી પ્રતિ કલાકની રહેશે. તે જ સમયે, રાત્રિ દરમિયાન હળવા ધુમ્મસની સંભાવના છે. તેમજ ધુમ્મસ પણ રહેશે. આવી સ્થિતિમાં હવા અત્યંત નબળી શ્રેણીમાં રહેશે.