રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે આવેલ પ્રાથમિક શાળામાં અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય મંદિર તથા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાસમારોહની ઊજવણીના ભાગરૂપે શાળામાં દાતા ઘનશ્યામભાઈ સોજીત્રા દ્વારા બે ઓરડાઓનું લોકાર્પણ તથા સરકારના નૂતન પ્રકલ્પ ર્જીંઈ અંતર્ગત કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગામની તમામ બહેનો દ્વારા કમ્પ્યુટર લેબની શુભ શરૂઆત માટે વિશેષ રામધૂન તેમજ આરતીનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ૧૦૮ દીવડાં પ્રગટાવીને રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સવિશેષ ઉજવણી કરવામાં આવી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં શાળાનાં આચાર્યા હિરલબેન ઠાકર તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.