પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (ઇ્‌ર્ંRTO) દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ગત ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યાર્ડમાં આવેલા આશરે ૬૦ જેટલા ટ્રેક્ટર અને સનેડા જેવા એગ્રીકલ્ચર વાહનોને વિનામૂલ્યે રેડિયમ રિફલેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લાના તમામ તાલુકા મથકોએ APMC ખાતે આવા કેમ્પ યોજી ખેતીવાડીના વાહનોને સુરક્ષિત કરવામાં આવશે.