ધારી સ્મશાન જવાના રસ્તે કચરાના ઢગલા હોવાથી સ્મશાને આવતા ડાઘુઓ રસ્તે ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા. કચરો સ્મશાન જવાના માર્ગ પર આવી જતાં ઘણી વખત ડાઘુઓ પડતા પડતા રહી ગયેલ છે. સ્મશાને જવાનો રસ્તો પણ સારો ન હોય ત્યારે બજરંગ ગૃપ દ્વારા લોકોના સહયોગથી જેસીબી ચલાવી આ જગ્યા ઉપર વાયર ફેન્સિંગ કરી બગીચો બનાવવા માટે નિર્ણય કરેલ છે. ત્યારે સ્મશાનના રસ્તા પર કચરો અને એઠવાડ ન નાખવા માટે બજરંગ ગૃપ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે તેમજ કાર્યમાં ગ્રામજનો પોતાનો સહયોગ આપે તેવો અનુરોધ કર્યો છે.