ધારીમાં આવેલી લક્ષ્મી લોજમાં કામ કરતી એક મહિલાની ૪ વર્ષની બાળકીને નરાધમ પ્રૌઢ અડપલા કરતો હોવાની સ્થાનિકોને માહિતી મળતા સ્થાનિકોએ સાથે મળી પ્રૌઢને મેથીપાક આપી પોલીસને સોપ્યો હતો. ધારીની લક્ષ્મી લોજમાં કામ કરતી એક મહિલાની ૪ વર્ષની બાળકીને ફ્રુટની લારી ધરાવતો નરાધમ પ્રૌઢ અડપલા કરતો હતો. હિંમત નામનો પ્રૌઢ બાળકીને અડપલા કરતો હોવાની સ્થાનિકોને જાણ થતા ટોળા ઉમટી પડ્યા હતા. ટોળાએ નરાધમ પ્રૌઢને મેથીપાક આપ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. નરાધમને ઝડપી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. નરાધમ પ્રૌઢની હરકતથી લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.