ધારી બજરંગ ગ્રુપ દ્વારા એસ.એન.દામાણી હાઈસ્કૂલ ખાતે બીજી વખત વિનામૂલ્યે થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પમાં ગોઠણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, સોજા, ખાલી ચડવી અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં દવા વગર અને કોઈપણ આડઅસર વિના રાહત મેળવી શકાય છે. આ થેરાપી દુઃખાવો ઘટાડવામાં અને લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદરૂપ છે. ડોક્ટરે જણાવ્યું હતું કે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે અને કોઈપણ વ્યક્તિ પોતાની સમસ્યાઓનું નિવારણ લાવી શકશે. આ પ્રસંગે અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, એસ.એન.દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને જીગ્નેશભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.