ધારીના વેકરીયાપરામાં રહેતા જયશ્રીબેન અશોકભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ હેતલબેન હરેશભાઈ ડોડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની અને આરોપીની દીકરી સાથે રમતી હતી. તે સમયે તેમની દીકરીને પછાડી દેતા તેઓ સમજાવવા ગયા હતા. જેથી તેને જેમ ફાવે તેમ ગાળો આપી ઘરમાં રહેલ લાકડું લઇ આવી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમારસિંહ કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે