ધારીમાં શહેરમાં આવેલ મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે અગાઉ તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલ હતી તથા ફરી આજે સવારે તંત્ર દ્વારા દબાણો હટાવી લેવા સુચના અપાઈ હતી અને ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ દબાણો હટાવી લીધા હતાં. મળતી માહિતી મુજબ ઢળતી સાંજે તંત્ર દ્વારા લાયબ્રેરી ચોકથી વેકરીયા પરા સુધી ડિમોલેશનની તથા ધારીની મુખ્ય બજારમાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.