ધારીમાંથી ટ્રેક્ટરની બેટર ચોરાયાની ફરિયાદ એક વેપારીએ નોંધાવી હતી. ધારીમાં રહેતા પંકજભાઈ ઈસ્તીમલભાઈ જૈન (ઉ.વ.૩૯)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા અમરેલી રોડ પર આવેલી તેમની ખુલ્લી જમીનમાં મુકેલી ટ્રેક્ટરની રૂ.૪૦૦૦ની કિંમતની બેટરી અજાણ્યો ઇસમ ચોરીને ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમારસિંહ કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.