ધારી શહેરના હાર્દ સમા સરદારનગરની સામેના વેપારીઓ અને શિવાલય કોમ્પલેક્ષના રહીશો છલકાતી ભૂગર્ભ ગટરના કારણે પરેશાન થઇ રહ્યા છે. વેપારીના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મેઇન રસ્તા ઉપર પાણી વહે છે, અને તેના લીધે રોગચાળો પણ ફેલાવાનો ભય રહે છે. હાલ ત્યાંના વેપારીઓ ભૂગર્ભ ગટરમાંથી નીકળતા પાણી ઉપર માટી નાખે છે પરંતુ તેમાં પણ ક્યાંય ને ક્યાંય વેપારીને અંદરોઅંદર ઝઘડા થાય છે. સ્થાનિક રહેવાસી અને વેપારીઓએ દ્વારા આ બાબતે વાંરવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તેનું નિવારણ થયું નથી. આથી સ્થાનિકો આ ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માગણી કરી રહ્યા છે.