એક યુવક ધારી વિસાવદર રોડ ઉપર આવેલી તેની વાડીએ કપાસમાં ખાતર નાખવા ગયો ત્યારે બાઇક જાહેર રોડે પાર્ક કર્યુ હતું. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. ધારીના પ્રેમપરામાં રહેતા જયંતીભાઈ કનુભાઈ પાઘડાળ (ઉ.વ.૪૫)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની મોટર સાયકલ લઈને ધારી વિસાવદર રોડ પર આવેલી વાડીએ ગયા હતા. વાડીની બહાર જાહેર રોડ પર પાર્ક કરી કપાસમાં ખાતર નાખવા ગયા તે દરમિયાન અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ અકબરભાઈ વલીભાઈ જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે.