અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગો બિસ્માર બની ગયા છે ત્યારે માર્ગોના નવિનીકરણની તાતી જરૂરીયાત છે.
ધારી વિધાનસભામાં માર્ગો મંજૂર થાય તે માટે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જેથી મુખ્યમંત્રી દ્વારા બે માર્ગો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ભાડથી નાના વિસાવદરના પાટીયા સુધી અંદાજે ર.પ૦ કિ.મી. માર્ગ માટે રૂ.ર.૯પ કરોડ અને કડાયાથી શાપર રોડ અંદાજે ૮ કિ.મી. સુધીનો માર્ગ રૂ.૭.પ૦ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. આમ, રૂ.૧૦.૪પ કરોડના ખર્ચે બે માર્ગો મંજૂર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ખખડધજ રસ્તાથી રાહત મળશે. આ તકે ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.