અમરેલી જિલ્લા કાઠી-ક્ષત્રિય સમાજના સંગઠન મંત્રી, યુવા ઉત્સાહી અને સરળ સ્વભાવના વરિષ્ઠ યુવા એડવોકેટ સિદ્ધાર્થભાઈ બાવકુભાઈ ભગત તાજેતરમાં થયેલી વકીલ મંડળની ચૂંટણીમાં તમામ વકીલ મિત્રોના સ્નેહ, પ્રેમ અને અપાર લાગણીથી બિનહરીફ ખજાનચી તરીકે પસંદગી પામ્યા છે. આ સમાચારથી તેમના સગાંસ્નેહીઓ, વકીલ પરિવાર, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત તેમના મિત્ર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ પ્રસંગે પૂજ્ય દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીર બાપુએ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ વકીલ મંડળના પ્રમુખ વનરાજભાઈ વાળા, પૂર્વ સદસ્ય ચાંપરાજભાઈ ધાધલ, વરિષ્ઠ આગેવાન પ્રકાશભાઈ કારીયા સહિત સિનિયર અને જુનિયર વકીલ મિત્રોએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.