ધારી કોર્ટ ખાતે ધારી વકીલ મંડળની ચૂંટણીલક્ષી બેઠક મળી હતી. જેમાં તમામ સિનીયર, જુનિયર વકીલોની ઉપસ્થિતિમાં ધારી વકીલ મંડળના પ્રમુખ તરીકે વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ તરીકે સલીમભાઈ જામ, સેક્રેટરી તરીકે રવિભાઈ જાષી અને ખજાનચી તરીકે ભાવિશાબેન મહેતાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ધારી વકીલ મંડળમાં બારને લગતા ઉત્તમ અને ઉમદા કાર્ય કરવા બદલ વનરાજભાઈ વાળાની સતત નવમી વખત બિનહરિફ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. વકીલ મંડળમાં પ્રમુખ સહિતનવા વરાયેલા તમામ હોદ્દેદારોને ધારીના સિનિયર, જુનિયર વકીલો અને કોર્ટ કર્મચારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.