ધારી લોહાણા મહાજન સમાજની વાડી ખાતે બજરંગ ગ્રુપ ધારી, ધારી ભાજપ પરિવાર અને રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી રાષ્ટ્ર સમર્પિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા હાજર રહ્યા હતા અને રક્તદાતાઓને જુસ્સો પુરો પાડ્યો હતો. ધારીની સેવાભાવી સંસ્થા બજરંગ ગ્રુપ અને સ્થાનિક વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો. અમરેલી રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાતાઓ માટે જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પ દ્વારા એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવવામાં મદદરૂપ થશે. આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.