ધારી તાલુકાના ખેડૂતોને પોતાના ખેતી પાકને વેચવા માટે અન્ય ગામમાં લઈ જવો ન પડે અને તેમના માલના પુરતા ભાવો મળે તે માટે ધારી માર્કેટીંગ યાર્ડમાં આજરોજ તા.૯થી ખેતપેદાશોની હરરાજીનો પ્રારંભ થઈ રહ્યો છે તેમજ ઈલે. વજનકાંટાથી વ્યાજબી તોલ થાય અને વેચાણના નાણા તરત જ ખેડૂતોને મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જયારે વેપારીઓને પણ તેમને જાઈએ તેવો સારી ગુણવત્તાવાળો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે, ઉપરાંત યાર્ડના સાધનો, શેડ વગેરેની સુવિધા મળી રહે તે પણ આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાભપાંચમથી ધારી માર્કેટીંગ યાર્ડમાં કપાસ, મગફળી, કઠોળ, સોયાબીન અને અન્ય ખેત પેદાશની હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવી છે. યાર્ડના પટાંગણમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી હરરાજીનો લાભ લેવા યાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવા, પૃથ્વીરાજભાઈ ધાધલ તેમજ ડીરેકટરોએ અનુરોધ કર્યો છે.