ધારી-બગસરા રોડ પર મોટરસાયકલ લઈને જતાં યુવકને બોલેરોચાલકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ બોલેરો મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મહેશભાઈ છનાભાઈ ધામેચા (ઉ.વ.૨૭)એ બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ વિનુભાઇ મુળજીભાઇ રાણવાડીયા મોટરસાયકલ લઇને ધારી બગસરા રોડે કૃષિ શાળા ખાતે સિકયુરીટીની નોકરીમાં જતા હતા. તે વખતે બગસરા રોડ તરફથી એક બોલેરો ચાલક પુરઝડપે અને બેફીકરાઇથી બોલેરો ચલાવી આવ્યો હતો. તેણે મોટરસાયકલ સાથે ભટકાડી દઇ તેમને તથા સાહેદને નીચે પછાડી દીધા હતા. તેમને જમણા પગના નળાના ભાગે ગંભીર ઇજા ફેકચર તથા સાહેદ વિનુભાઇને કમરના ભાગે જમણી બાજુ મુંઢ ઇજા થઈ હતી.
અકસ્માત બાદ બોલેરોચાલક બોલરો મૂકી નાસી ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.