અમરેલી જિલ્લામાં અનેક સ્થળોએ વીજ ચોરી થતી હોવાનું વીજ તંત્રને ધ્યાને આવતાં અમરેલી પીજીવીસીએલની ટીમ દ્વારા તાલુકાઓમાં વીજ ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાબરા પંથકમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધર્યા બાદ વીજતંત્ર દ્વારા ધારી-બગસરા-ચલાલાના રહેણાંક અને દુકાનોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. વીજતંત્રએ કુલ ૪રપ વીજ કનેકશનોની તપાસણી કરી હતી જેમાં ૮પ જેટલા વીજ કનેકશનમાં ગેરરીતિ થઈ હોવાનુ માલૂમ પડયું હતું જેના કારણે વીજ તંત્રએ રહેણાંક અને દુકાનદારોને કુલ રૂ.૯.૬૧ લાખનો દંડ ફટકાર્યો હતો. વીજ તંત્રએ વીજ ચેકીંગની કામગીરી કરતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.