ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા પોતાના મત વિસ્તારમાં સતત કાર્યશીલ રહેતા કરોડો રૂપિયાના વિકાસકામો કરવામાં આવી રહ્યાં છે. ધારાસભ્ય દ્વારા ૪૭.૬૦ કરોડના પંચાયત હસ્તકના રસ્તાઓ, હયાત કોઝ-વે તથા નાળા પરના નવા પુલ તથા નવા સીડી વર્ક્સના કામો મંજૂર કરાવ્યા હતા. આ કામોની મંજૂરી બદલ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.