ધારીમાં પોલીસે ૮ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી રૂપિયા ૧૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાહુલભાઇ રમણીકભાઇ વાઘેલા, કિશનભાઇ મગનભાઇ માથાસુળીયા, રાજુભાઇ માધાભાઇ સોલંકી, મોઇન હનીફભાઇ શેખ, જેદુ મુનાભાઇ મકરાણી (બ્લોચ), રીયાઝભાઇ યુસુફભાઇ કુરેશી, ઇન્ઝામુલ રજાકભાઇ શેતા તથા ફારૂકભાઇ સતારભાઇ કટારીયા નામના ઇસમો જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીનપત્તી નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.૧૧,૩૦૦ સાથે ઝડપાયા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જોરૂભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.