ધારી પંથકમાં પીજીવીસીએલના વીજપોલમાંથી ઈલેક્ટ્રિક વાયરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. જેને લઈ નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંકિતકુમાર હસમુખભાઈ વાળા (ઉ.વ.૩૯)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અમૃતપુર ગામે આવેલી બાપા સિતારામ હોટલની પાછળ આવેલી શંભુભાઇ મોહનભાઇ રાજાણી, રવજીભાઇ હરજીભાઇ રાજાણી, લાભુભાઇ હરજીભાઇ રાજાણી રહે. તમામ સરસીયા વાળાની માલિકીની જમીનના શેઢે વાડીએ છ વીજપોલના હળવા દબાણની ચાલુ ઇલેક્ટ્રીક લાઇનના કુલ આશરે ૯૦૦ મીટર ઓલ એલ્યુમિનિયમના વાયર તેમજ સરસીયા-જીરા વચ્ચે આવેલ માધવબાગની પાછળ આવેલી કનુભાઇ મોહનભાઇ વિરડીયાની વાડી ખેતર તથા અશોકભાઇ વિરજીભાઇ વિરડીયાના ખેતરમાં આવેલ ત્રણ વીજપોલના આશરે ૩૧૬ મીટર ઓલ એલ્યુમિનિયમ જેટલો વાયર મળી કુલ ૧૨૧૬ મીટર એલ્યુમિનિયમનો વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની કુલ કિં.રૂ.૨૬૩૮૦ જેટલી છે. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ હિતેષભાઈ સેલારભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.