ધારી પંથકમાંથી એક યુવતીનું ત્રણ વર્ષ પહેલા અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઉપરાંત તેન ફટકારવામાં આવી આ ઘટનાને લઈ યુવતીએ હવે ફરિયાદ નોંધાવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. યુવતીએ બે ઇસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમનો સમાન ઈરાદો પાર પાડવા તેમની સાથે લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ઉપરાંત લાકડી વડે પણ ફટકારી હતી. ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.દેસાઇ વધુ તપાસ કરી રહ્યા છે.