ધારી પંથકમાં જીઓ ડિજિટલ ફાયબરના કામમાં નિયમોનો ઉલાળિયો કરી કામગીરી કરવામાં આવી છે. રોડથી બે મીટર દૂર કેબલ નાખવાના નિયમનો ભંગ કરી રોડની એકદમ નજીક કેબલ નાખી દેવાયા છે. આ અંગે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ પણ આંખ આડા કાન કર્યાનો આક્ષેપ કરાયો છે. એક જાગૃત નાગરિકે મા.મ. વિભાગને નિયમોના ભંગની ફરિયાદ કર્યા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નહોતી. જેથી આરટીઆઇ કરતા તેમાં પણ અરજદારને ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવી હતી. જેથી ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી સમગ્ર મામલાની તપાસ કરવા માંગ કરાઇ છે. ધારી માર્ગ-મકાન વિભાગની કચેરીમાં પણ માહિતી કાયદાનો સરેઆમ ભંગ કરાતો હોવાની ફરિયાદ ઉઠી છે.