આજે મધ્યરાત્રિએ ધારી શહેરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરત બંદોબસ્તમાંથી પરત ફરતી પોલીસની બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત અનપૂર્ણા લોજ નજીક થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરો કારમાં અચાનક ખામી સર્જાતા, તે PGVCLના ટ્રાન્સફોર્મર નજીક પલટી ગઈ હતી. કારમાં સવાર ૩ થી ૪ પોલીસ કર્મચારીઓને સદનસીબે માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે સ્થાનિક તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી ચાલી રહી હતી.