ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારે આજ દિવસ સુધી કોઈને કોઇ વિવાદમાં હોય જ છે. નગરપાલિકાની કાર્યક્ષેત્રમાં આવતા કોઈપણ કાર્યો થતાં નથી એવી ચર્ચા લોકોમાં થાય છે. નગરપાલિકાના કામો ન થવાનું કારણ શું છે એ જાણવા માટે ધારી પત્રકાર સંઘના પ્રમુખ સંજય વાળા દ્વારા રૂબરૂ તપાસ કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર હાલ રજા ઉપર હોય તેવું જાણવા મળ્યું હતું. આથી સંજય વાળા દ્વારા નગરપાલિકાના વહીવટદારને ફોન કરતા તેમનો ફોન રિસીવ થયો ન હતો. લોકોના ટેક્સમાંથી પગાર મેળવતા આ અધિકારીઓ એવા તો શું કામમાં વ્યસ્ત હોય છે કે મીડિયા કે પબ્લિકના ફોન પણ નથી ઉપાડતા. આથી હવે ખરેખર ધારી નગરપાલિકા માત્ર રામભરોસે હોય એવું જ લાગી રહ્યું છે.