જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ વર્ષ અને ૧૬ વર્ષના તમામ બાળકોને ટીટેનસ અને ડીપ્થેરીયા સામે રક્ષિત કરવા હેતુથી ટીડી વેકસીન આપવામાં આવે છે. આ તકે જી.એન.દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય અને ધારી ગ્રામ પંચાયત પ્રતિનિધિ શ્રી ભુપતભાઈ વાળા દ્વારા દીપ પ્રાગટય કરી વેકસીનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષી, આર.સી.એચ.ઓ. ડો. સાલવી, ડો. જાટ, ડો. સિંગ, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ધારી ડો. ગોસ્વામીના માર્ગદર્શન નીચે જી.એન.દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ.બી. બારડ અને સ્ટાફના સહયોગ થી આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો. વરૂણ દેવમુરારી, ડો. ફેની ચંદારાણા, ભાડેર પી.એચ.સી. મેડિકલ ઓફિસર ડો. નિરજ નિમાવત, ડો. એન.આર.ધડુક, સુપરવાઈઝર સુરેશભાઈ દાફડા, ઉષાબેન જોષી, સી.એચ.ઓ. હીનાબેન મામોડિયા, હેલ્થ વર્કર રેખાબેન મોઢકિયા, કિશન વાણીયા દ્વારા જી.એન.દામાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓને ટીડી વેકસીન આપવામાં આવેલ હતી.