ધારી-દલખાણીયા રોડ પર આવેલો પીલુકીયા નદી પરનો બ્રિજ જોખમી બનતાં તેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. આ મુદ્દે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને પગલે રાજ્ય સરકારે નદી પર નવો બ્રિજ બનાવવા માટે રૂ. ૬ કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરી છે. જોખમી બ્રિજના સ્થાને નવા બ્રિજ માટે ગ્રાન્ટ મંજૂર થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે, જે બદલ ધારાસભ્ય જે.વી.કાકડીયાનો આભાર માનવામાં આવ્યો છે.