ધારીથી દલખાણીયા જતો માર્ગ હાલ ૩.પ૦ મીટર પહોળો જ હોવાથી આ માર્ગ પર સામસામા વાહનો આવે ત્યારે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ધારી – દલખાણીયા રોડ ૧૦ જેટલા ગામડાઓને જાડતો રોડ છે. તેમજ આ રોડ કનકાઇ – બાણેજ મંદિર તેમજ કોડીનાર જવાનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરથી વાહનોની અવર જવર મોટા પ્રમાણમાં રહે છે. આ માર્ગને પ.પ૦ મીટર પહોળો કરવા ધારી માર્ગ – મકાન વિભાગ દ્વારા જૂલાઇ ર૦ર૦માં દરખાસ્ત પણ કરવામાં આવી છે. જેથી આ રોડને ૩.પ૦ મીટરમાંથી પ.પ૦ મીટર પહોળો કરવામાં આવે તેવી ધારી તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબેન કાનાણી દ્વારા રાજ્યના માર્ગ – મકાન મંત્રી પુર્ણેશ મોદીને રજૂઆત કરાઇ છે.