ધારી તાલુકા ભાજપ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે મતદાર સુધારણા કામગીરી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિત પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં ગેરસમજ દૂર કરવા માટે સચોટ માહિતી આપવાનો હતો, જે હિરેનભાઈ હીરપરા દ્વારા માહિતી આપવામાં આવી હતી. જવાબદાર આગેવાનોએ કોઈપણ રાજકીય ટિપ્પણી વિના માત્ર મતદાર સુધારણાની જાણકારી આપી હતી.