ધારી તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભાસદોએ મંડળીના પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સભાસદોએ આક્ષેપ કર્યો છે કે મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ચાર વખત આદેશો હોવા છતાં એક પણ આદેશ પર કાર્યવાહી થઈ નથી. સભાસદોએ દફ્‌તર કબજે કરીને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી છે. તેઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો આગામી સમયમાં આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર પંચની ટીમ અને મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.