ધારી તાલુકાના સરસિયા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદે ફરી એકવાર દસ્તક દીધી છે. બપોર બાદ સરસિયા, દલખાણીયા, સુખપુર, આંબરડી, મોણવેલ, વાવડી ગામમાં અચાનક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આવા સમયે વરસાદ પડવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તેમના પાકને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સતત વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ બની રહ્યો છે. મળતી મહિતી મુજબ ધારી પાસેની આંબા નદીમાં પૂર આવતા સુખપુર ગામે આવેલા લોકો પોતાના ઘરે બાઈક લઈને જતા હતા ત્યારે પાણીના વહેણથી બાઈકમાં બેઠેલા લોકો ઉતરી જતા તેમનો બચાવ થયો હતો જયારે બાઈક પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી.