ધારી તાલુકાના દેવંગી આશ્રમ ખીચા ખાતે અનુસૂચિત જાતિ સમાજનું શૈક્ષણિક હેતુ માટે સંમેલન યોજાયું હતું. આ સંમેલન દેવંગી આશ્રમના મહંત માધવદાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારી તાલુકા તેમજ અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં દેવંગી આશ્રમ ખીચા ખાતે ટૂંક સમયમાં એક શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેશભાઈ મકવાણા, જગદીશભાઈ પરમાર, કલ્પેશભાઈ ચાવડા વગેરેએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.