ધારી તાલુકામાં આવેલી સમગ્ર પાંજરાપોળમાં પશુદીઠ સબસિડી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેથી આ બાબતે સમગ્ર પાંજરાપોળ ગૌશાળા મંડળ દ્વારા ધારાસભ્ય તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગૌશાળા તથા પાંજરાપોળને આવા સમયમાં પશુઓનો નિભાવ ખર્ચ કરવો ખૂબજ મુશ્કેલીભર્યો છે ત્યારે આવા સમયમાં પશુદીઠ કાયમી સબસિડી આપવામાં આવે તે જરૂરી છે.