મૂલ્ય–શિક્ષા અને રાષ્ટ્ર હિતના પ્રખર હિમાયતી એવા દેવેનકુમાર નટવરલાલ ભટ્ટને શિક્ષક દિનના અવસરે શ્રેષ્ઠ શિક્ષક તાલુકા પરિષદ પારિતોષિક–૨૦૨૪ થી નવાજવામાં આવ્યા હતા.
૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસના અવસરે ધારી તાલુકાના શ્રી ભક્તિબા (ગોપાલગ્રામ) કન્યા પ્રાથમિક શાળાના સંનિષ્ઠ શિક્ષક દેવેનકુમાર નટવરલાલ ભટ્ટને જિલ્લા શિક્ષણ વિભાગ, અમરેલી ખાતે આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, કલેક્ટર અજય દહીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણીની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રમાં એમણે કરેલી પ્રશંસનીય અને વિશિષ્ટ લોકસેવાની કદરરૂપે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.