ધારી તાલુકાના લાખાપાદર ગામે મંગળવારે ધારાસભ્ય જે.વી. કાકડીયાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. લાખાપાદર ગામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી આસપાસના ગામના લોકોએ રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમની સાથે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત બગસરા-ધારીના ધારાસભ્ય સહિતના મહાનુભાવો અને ગ્રામજનોએ સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું.
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી ઉપરાંત પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.