ધારી તાલુકાના જીરા ગામ નજીક આવેલા મુંજાણીયા ગામે એક પરપ્રાંતિય કિશોરને વીજશોક લાગતા મોત નિપજયુ હોવાનુ સામે આવ્યુ છે. જીરા ગામ નજીક મુંજાણીયા ગામે વાડી વિસ્તારમાં એક શ્રમિક પરીવાર કામ કરતો હોય ત્યારે તેના ૧૪ વર્ષના ખુશાલ મોતીવલ ભાભોર નામના બાળકને અચાનક જ વીજશોક લાગતા જ ત્યાં જ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ધારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં કિશોરને ડોકટરોએ
મૃત જાહેર કર્યો હતો.