ભાડેર સ્થિત શ્રી વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં વાલીમિલન, શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન, શાળાનો વાર્ષિક અહેવાલ તેમજ વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત ભાવેશભાઈ દેવમુરારીએ કર્યું હતું, જ્યારે શાળાનો અહેવાલ આચાર્ય રાજલબેન દેવમુરારીએ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.